Shopify Flow

બધું ઑટોમેટ કરો અને તમારા બિઝનેસ પર પાછા ફરો

કસ્ટમ વર્કફ્લો બનાવો, તમારી વર્તમાન ઍપનો વધુ સારી રીતે ઉપયોગ કરો અને તમારા બિઝનેસને ઝડપથી આગળ વધતો જુઓ

શું તમારો પોતાનો Shopify સ્ટોર નથી? મફતમાં શરૂ કરો

ત્રણ અલગ-અલગ પ્રકારના વર્કફ્લો બતાવવામાં આવ્યા છે: એક "રન કરવા માટે શેડ્યૂલ કરેલ" વર્કફ્લો છે અને બે "સ્ટાર્ટ વ્હેન" વર્કફ્લો છે.
ટ્રિગર “ઇન્વેન્ટરીનો જથ્થો બદલાયો” નો ઉપયોગ કરીને વર્કફ્લો બનવાનું શરૂ થાય છે અને જેમ જેમ વર્કફ્લો આગળ વધે છે તેમ કેટલીક સ્થિતિઓ અને ઍક્શન્સ અપડેટ થાય છે.

નો‑કોડ બિલ્ડિંગ બ્લૉક્સ વડે કસ્ટમ ઈકૉમર્સ ઑટોમેશન બનાવો

સરળ ટ્રિગર, સ્થિતિ અને ઍક્શન બ્લૉક્સની મદદથી, કોઈપણ વ્યક્તિ ખૂબ જ ઝડપથી વર્કફ્લો બનાવી શકે છે

કસ્ટમ સૉલ્યુશન્સ. અમર્યાદિત સંભાવના

સરળ ઑપરેશનથી લઈને તમારી ઍપ સાથે કનેક્ટ થતા મલ્ટિ-સ્ટેપ વર્કફ્લો સુધી, વારંવાર કરવા પડતા કામને ઑટોમેટ કરવાની લવચીકતા Flow તમને આપે છે, જેથી તમે તમારા બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ

જ્યારે પ્રોડક્ટ આઉટ ઑફ સ્ટૉક હોય ત્યારે તેને તમારી સાઇટ પર છુપાવો, સ્ટૉક ઓછો હોય ત્યારે સપ્લાય માટે તરત જ રિઑર્ડર કરો અને બીજું ઘણું બધું કરો

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્લેબુક વાંચો 

છેતરપિંડી નિવારણ

એક એવો વર્કફ્લો સેટ કરો જે તમારા માટે ઉચ્ચ-જોખમવાળા ઑર્ડરને ફ્લેગ કરે, જેથી તમારે દરેકેદરેક ઑર્ડર જાતે જ સૉર્ટ ન કરવો પડે

છેતરપિંડી નિવારણ પ્લેબુક વાંચો 

લોયલ્ટી અને જાળવણી

કુલ ખર્ચ, કુલ ઑર્ડર, સબ્સ્ક્રિપ્શન અને તેના જેવા અન્ય માપદંડોના આધારે ગ્રાહકોને ઓળખો, ટ્રેક કરો અને તેમને રિવૉર્ડ આપો

લોયલ્ટી અને જાળવણી પ્લેબુક વાંચો 

ફુલફિલમેન્ટ મેનેજમેન્ટ

અગાઉથી સેટ કરેલી સ્થિતિઓના આધારે ઑટોમૅટિક રીતે ઑર્ડરનો રિવ્યૂ કરો અને કાં તો તેને હોલ્ડ પર રાખો અથવા ફુલફિલમેન્ટ માટે રિલીઝ કરો. સાથે બીજું ઘણું બધું મેળવો

ફુલફિલમેન્ટ મેનેજમેન્ટ પ્લેબુક વાંચો 
ઍડમિન વ્યુમાંથી "ટેમ્પ્લેટ" મોડ્યુલ, જે Flow ટેમ્પ્લેટની ઉપલબ્ધ તમામ કૅટેગરી બતાવે છે.

ઉપયોગ કરવા માટે તૈયાર, પ્લગ-ઍન્ડ-પ્લે ટેમ્પ્લેટ

તમારા બિઝનેસને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવામાં મદદ કરવા માટે, અમે ઉપયોગમાં લેવા માટે તૈયાર, નો-કોડ ટેમ્પ્લેટ બનાવ્યા છે, જે તમને સૌથી વધુ સમય લેતાં સામાન્ય કામોને ઑટોમેટ કરવામાં મદદ કરી શકે છે

તમારા શેડ્યૂલ મુજબ ગોઠવવા માટે બનાવેલ

હવે તમારે વર્કફ્લો રન કરવા માટે કોઈ ઇવેન્ટ થાય તેની રાહ જોવાની જરૂર નથી—શેડ્યૂલ કરેલા ઑટોમેશનની મદદથી ડેટા ક્યારે મેળવવો અને રિપોર્ટ ક્યારે રન કરવા તે તમે જાતે જ પસંદ કરી શકો છો, જે Flow માં શક્યતાઓની નવી દુનિયા ખોલી આપે છે
ટ્રિગર “ઇન્વેન્ટરીનો જથ્થો બદલાયો” નો ઉપયોગ કરીને વર્કફ્લો બનવાનું શરૂ થાય છે અને જેમ જેમ વર્કફ્લો આગળ વધે છે તેમ કેટલીક સ્થિતિઓ અને ઍક્શન્સ અપડેટ થાય છે.

હંમેશા ઍક્ટિવ રહે છે, તેથી તમારે રહેવાની જરૂર નથી

બ્લેક ફ્રાઇડે સાઇબર મન્ડે જેવા મોટા સેલના ભારે ધસારાને Flow સંભાળી લે છે અને સાથે જ ભૂલી જવાય તેવા મેન્યુઅલ કામો પણ પૂરા કરે છે, જેથી તમે વધુ મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો
એક મહિલા સિલાઈ મશીન પર બેસીને કપડાં પર કામ કરી રહી છે. તેના ચિત્રની પાછળ અને આગળ ઍક્ટિવ વર્કફ્લો દર્શાવતા આઇકન જોઈ શકાય છે.

56.2 કરોડ

બ્લેક ફ્રાઇડે સાઇબર મન્ડે દરમિયાન રન થયેલા વર્કફ્લો

1 અબજ+

દર મહિને ઑટોમેટ થતા નિર્ણયો

22 હજાર

Flow દ્વારા પૂરી કરવામાં આવેલી યુનિક જૉબ

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઈકૉમર્સ ઑટોમેશન શું છે?

ઈકૉમર્સ ઑટોમેશન એ તમારા બિઝનેસના કામો, પ્રક્રિયાઓ અથવા ઝુંબેશને ઑટોમેશનમાં રૂપાંતરિત કરવા માટે બનાવવામાં આવેલું સૉફ્ટવેર છે, જે જરૂર પડે ત્યારે જ સમજદારીપૂર્વક એક્ઝિક્યુટ થાય છે. આ રીતે બિઝનેસ તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

મારે ઈકૉમર્સ ઑટોમેશનની જરૂર શા માટે છે?

સમસ્યા એકદમ સરળ છે: જેમ જેમ બિઝનેસનો વ્યાપ વધે છે તેમ, ડિમાન્ડ, જટિલતા અને વારંવાર કરવા પડતા કામ વધે છે. પહેલાં જે સિસ્ટમ કામ કરતી હતી તે ધીમે ધીમે બિનકાર્યક્ષમ બને છે અને બંધ પડી જાય છે. તેના ઉકેલ માટે, કંપનીઓ વધુ સમય લેતા વિકલ્પો તરફ વળે છે—મહત્ત્વપૂર્ણ બાબતો પર ખર્ચ થઈ શકતો સમય માત્ર બટન દબાવવા જેવા તાત્કાલિક કામો પાછળ વેડફાઈ જાય છે. અથવા કંપનીઓ નવા કર્મચારીઓને કામે રાખે છે. કમનસીબે, માણસો બિઝનેસને સ્કેલ કરી શકતા નથી. પરંતુ તેનાથી માણસોનું મૂલ્ય ઘટતું નથી—તેના બદલે તે વધુ મજબૂત બને છે. માણસો, ખાસ કરીને વર્કફ્લો દ્વારા થઈ શકતા કામને બદલે મુખ્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ક્ષમતા, એ તમારું સૌથી શક્તિશાળી સંસાધન છે.

વર્કફ્લો ઑટોમેશનના કેટલાક ઉદાહરણો કયા છે?

ઈકૉમર્સ ઑટોમેશન ઘણા અલગ-અલગ પ્રકારના હોઈ શકે છે, જેમ કે વિભાજન અને માર્કેટિંગ માટે ગ્રાહકોને ટેગ કરવા, પ્રોડક્ટ્સ છુપાવવી અને ઓછી હોય કે આઉટ ઑફ સ્ટૉક થઈ ગઈ હોય તેવી આઇટમ માટે રિઑર્ડર શરૂ કરવા અથવા ઉચ્ચ-જોખમવાળા ઑર્ડર ટ્રેક કરીને અટકાવવા. દરેક વર્કફ્લો સાથે, લક્ષ્ય એક સમાન છે: વેપારીઓને તેમના બિઝનેસને સ્કેલ કરવા માટે જરૂરી વર્કફ્લો બનાવવાની મંજૂરી આપવી.

અહીં કેટલાક સૌથી લોકપ્રિય ઉદાહરણો આપ્યા છે:

  • ઇન્વેન્ટરી મેનેજમેન્ટ: આઉટ ઑફ સ્ટૉક પ્રોડક્ટને અનપબ્લિશ કરો અને તમારી માર્કેટિંગ ટીમને Slack મેસેજ અથવા ઇમેઇલ મોકલો જેથી તેઓ જાહેરાત થોભાવી શકે.
  • છેતરપિંડી નિવારણ: ફુલફિલમેન્ટ પહેલાં, $5000 થી વધુના ઑર્ડરનો રિવ્યૂ કરવા માટે ઇમેઇલ મોકલો કારણ કે તે સ્ટોર માટે અસામાન્ય ઑર્ડર છે.
  • પ્રોડક્ટ રિવ્યૂ: જ્યારે કોઈ નેગેટિવ રિવ્યૂ પોસ્ટ કરવામાં આવે, ત્યારે ઑટોમૅટિક રીતે ગ્રાહક સપોર્ટ ટિકિટ બનાવો અને Slack મેસેજ મોકલો.
  • લોયલ્ટી: ગ્રાહક તેમની બીજી ખરીદી કરે, તે પછી તેમને લોયલ્ટી પૉઇન્ટ્સ આપો અને આભાર માનતો SMS મોકલો.

Flow પર વર્કફ્લો ઑટોમેશન કેવી રીતે કામ કરે છે?

Flow સરળ, નો-કોડ “ટ્રિગર, સ્થિતિ અને ઍક્શન” ના ફોર્મેટ પર આધારિત છે. મૂળભૂત રીતે, “ટ્રિગર” એ એવી ઇવેન્ટ છે, જેની Flow રાહ જોતું હોય છે અને જેના દ્વારા ઑટોમેશન શરૂ થાય છે, તે પછી “સ્થિતિ” પૂરી થવી જોઈએ અને જ્યારે સ્થિતિ પૂરી થાય ત્યારે જે કાર્ય પૂર્ણ થાય છે તેને “ઍક્શન” કહેવાય છે.

તમારા લોયલ્ટી પ્રોગ્રામમાં ગ્રાહકને ઑટોમૅટિક રીતે ઉમેરતા વર્કફ્લો માટે તે આ રીતે જોઈ શકાય છે:

  • ટ્રિગર: કોઈ ઑર્ડર કરવામાં આવ્યો છે.
  • સ્થિતિ: ઑર્ડરની કુલ રકમ $500 કે તેથી વધુ હોવી જોઈએ.
  • ઍક્શન: ગ્રાહકને સિસ્ટમમાં VIP તરીકે ટેગ કરવામાં આવે છે.

હું ઈકૉમર્સ વર્કફ્લો ઑટોમેટ કરવાનું કેવી રીતે શરૂ કરું?

આ એકદમ સરળ છે. અમારા ઍપ સ્ટોરમાંથી Flow ડાઉનલોડ કરીને શરૂઆત કરો. ત્યારપછી, બિઝનેસને ઑટોમેટ કરવા પડતા ઘણા સામાન્ય કામોને ઑટોમેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા અમારા ઉપયોગમાં લેવા માટે તૈયાર એક (અથવા ઘણા) ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાનું શરૂ કરો. અથવા અમારા નો-કોડ “ટ્રિગર, સ્થિતિ અને ઍક્શન્સ” વર્કફ્લો ક્રિએટરનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને નડતી અનોખી સમસ્યાઓ ઉકેલવા માટે તમારો પોતાનો વર્કફ્લો બનાવવાનું શરૂ કરો.

શું Flow અંગ્રેજી સિવાય અન્ય કોઈપણ ભાષામાં ઉપલબ્ધ છે?

હાલમાં Flow પ્લેટફોર્મ માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.

આજે જ Flow મેળવો અને તમારા બિઝનેસને આગળ વધારવા માટે જરૂરી કસ્ટમ ઑટોમેશન બનાવવાનું શરૂ કરો

Basic, Grow, Advanced અને Shopify Plus પ્લાનનો ઉપયોગ કરતા તમામ દેશોના બિઝનેસ માટે Shopify Flow ઉપલબ્ધ છે. Flow માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.